ગઝલ - યથાવત
ગઝલ - યથાવત
આજ ગમતી હો તને એ ક્ષણ લખું.
બોલ બીજું તો શું રણમાં જળ લખું,
તે ગુમાવી, સાચવી રાખી છે મેં,
બોલ પ્રથમ ભેટની એ પળ લખું.
જે રમી ગઈ તું રમત ભોળી બની.
બોલ એને પ્રેમ કહું કે છળ લખું.
આવ હું ત્યારે જ ભાગી જાય તું,
બોલ ઈશ કયા પાપનું આ ફળ લખું.
સ્થાન તારું છે યથાવત આજ પણ,
બોલ નભ, સાગર, ધરા કે તળ લખું.
