Dk Diamond Solanki

Inspirational

4.0  

Dk Diamond Solanki

Inspirational

ગઝલ -શું થશે?

ગઝલ -શું થશે?

1 min
11.9K


સૂર્ય સામે જોઈને જો થૂંકશો તો શું થશે?

વ્યર્થમાં બણગાં બધે બસ ફૂંકશો તો શું થશે?

વાત બીજાની ગળે ઉતારજો છોડી અહમ્,

બસ સ્વયંનો એકડો જો ઘૂંટશો તો શું થશે?

ચોળી ચોળી ચીકણું કરવાની આદત છોડજો,

વાત ખોટી વારેવારે ચૂંથશો તો શું થશે?

કેમ છોડી જીવ ચાલ્યો જાય છે સુંદર શરીર?

લાશ ને એ કાનમાં જો પૂછશો તો શું થશે?

માત પિતા ને ગુરુનો ના કદી આદર કર્યો,

પથ્થરોને દેવ માની પૂજશો તો શું થશે?

વાડ ગળશે ચીભડાં ફરિયાદ શું કરવી પછી!

લાજ સ્ત્રીની લાભ લઈને લૂંટશો તો શું થશે?

પાણી પેલ્લાં પાળ તો બાંધી નહિ આપે પછી,

પથ્થરો પર રોજ માથા કૂટશો તો શું થશે?

માણજો સૌંદર્ય પુષ્પોનું ત્વરિત તોડો નહિ,

મ્હેકતું રહેશે જ ડાળે, ચૂંટશો તો શું થશે?

સૂર્યનો પણ અસ્ત થાશે ચંદ્રનો થાશે જ ક્ષય,

"દીપ"ને પ્રગટાવવાનું, ભૂલશો તો શું થશે?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational