પારણે
પારણે
શ્રીબાલ કૃષ્ણ પોઢજો ઝૂલાવું પારણે,
પ્રથમ પ્રભુ પધારજો અમારા આંગણે,
પ્રસાદમાં તો પંજરી મીઠાઈ ફળ ધરું,
હું આરતી પૂજા ને થાળ સ્નેહથી કરું,
સ્વાગત કરું છું આપનું ઊભો છું બારણે,
પ્રથમ પ્રભુ પધારજો અમારા આંગણે,
મળ્યું મનુષ્યનું શરીર મજાની જિંદગી,
પછી કરું ના કેમ હું તમારી બંદગી,
અસ્તિત્વ મારું ફક્ત છે તમારા કારણે,
પ્રથમ પ્રભુ પધારજો અમારા આંગણે,
શ્રીબાલ કૃષ્ણ પોઢજો ઝૂલાવું પારણે,
પ્રથમ પ્રભુ પધારજો અમારા આંગણે.
