STORYMIRROR

Dipak sinh Solanki

Inspirational

4  

Dipak sinh Solanki

Inspirational

જન્માષ્ટમી

જન્માષ્ટમી

1 min
488

કૃષ્ણ જન્મોત્સવ હૃદયમાં થાય તો જન્માષ્ટમી,

મર્મ ગીતાનો ખરો સમજાય તો જન્માષ્ટમી,


અર્થ શું ઉપવાસમાં આરોગતાં પકવાન ભિન્ન ?

અન્ન એવું મન અગર થઈ જાય તો જન્માષ્ટમી,


કૃષ્ણ આકર્ષિત થઈને ભેટવા આવી પડે,

જો સુદામા મિત્ર પણ હરખાય તો જન્માષ્ટમી,


કામ મદ ને ક્રોધનો વધ આપણે કરવો રહ્યો,

કર્મ ભક્તિ જ્ઞાનોપાર્જન થાય તો જન્માષ્ટમી, 


'માસભર જુગાર રમવો' કૃષ્ણ તો કહેતા નથી,

તાસનો એ મ્હેલ જો વિખરાય તો જન્માષ્ટમી,


દ્રૌપદીનું થાય જો વસ્ત્રાહરણ અટકાવજો,

કુળ મર્યાદા સતત સચવાય તો જન્માષ્ટમી,


ભેદ રાજા રંકનો મિટાવવો અઘરો નથી,

વિત્તનું માખણ બધે વહેંચાય તો જન્માષ્ટમી,


વિશ્વરૂપ દર્શન તો કરવા દિવ્યચક્ષુ જોઈએ,

દિવ્ય જ્યોતિ "દીપ"ની પથરાય તો જન્માષ્ટમી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational