Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipak sinh Solanki

Inspirational Others

4.7  

Dipak sinh Solanki

Inspirational Others

વરસ વીતી જશે ભઈલા

વરસ વીતી જશે ભઈલા

1 min
123


કરી લે વાવણી ટાણે, વરસ વીતી જશે ભઈલા.

નકામી તું મજા માણે, વરસ વીતી જશે ભઈલા.

નથી જેની કશી સમજણ ત્યાં માથું મારવું ખોટું,

જશે જો ખૂબ ઊંડાણે, વરસ વીતી જશે ભઈલા.

ગલતફહેમીમાં રહેતો ના કે મળશે પ્રેમ એ રીતે,

ખરીદી નહિ શકે નાણે, વરસ વીતી જશે ભઈલા.

ઘણા એવાય છે જે બસ પડ્યા ને પાથર્યા રહે છે,

જમી શું પારકાં ભાણે, વરસ વીતી જશે ભઈલા ?

નથી મળવાને આવ્યા જીવતેજીવત કદાપિ જે,

એ લોકો આવશે કાણે, વરસ વીતી જશે ભઈલા.

હવે ભીતરની અગ્નિને કરી જો પ્રજ્વલિત થોડી,

થઈને કોલસો ખાણે, વરસ વીતી જશે ભઈલા.

તપશ્ચર્યા વગર કંઈ ફળ નથી મળતું, એ જાણી લે,

કરી કેવળ ભજન ગાણે, વરસ વીતી જશે ભઈલા.

બજારો શેરના ઊંચાનીચા ધબકાર કરશે, બસ,

કરીને વિત્ત રોકાણે, વરસ વીતી જશે ભઈલા ?

સમાધાનો કરી લે જિંદગીમાં તો સુખી થઈ જઈશ,

લડીને આમ ધીંગાણે, વરસ વીતી જશે ભઈલા.

ઘણું છે જીવવા જેવું જીવનમાં એ તરફ વળજે,

રહીને એક ઠેકાણે, વરસ વીતી જશે ભઈલા.

થઈને "દીપ" પ્રગટી જા, દિવાળી લાવ જીવનમાં,

ભલે અંધાર તો તાણે, વરસ વીતી જશે ભઈલા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational