STORYMIRROR

Dipak sinh Solanki

Inspirational

4  

Dipak sinh Solanki

Inspirational

ઊડે છે શબ્દના રંગો

ઊડે છે શબ્દના રંગો

1 min
375

ઊડે છે શબ્દના રંગો ગઝલને ગીતમાં કાયમ,

હૃદયને સ્પર્શતા રંગો મળે છે પ્રીતમાં કાયમ,


તમે લયબદ્ધતા ને તાલ સાથે જો જીવન જીવો,

તો સાતે સૂરના રંગો વહે સંગીતમાં કાયમ,


ખરેખર પ્રેમ કરવો હોય તો રાધા બની જુઓ,

પછી માધવ મળી જાશે મધુર નવનીતમાં કાયમ,


જગત હરક્ષણ પરિવર્તિત થતું રહેશે, કહે ગીતા,

કરો બદલાવ જીવન જીવવાની રીતમાં કાયમ,


રમત રમવામાં બસ સાચો મળે આનંદ ઓ મિત્રો,

મજા હોતી નથી કંઈ હારમાં કે જીતમાં કાયમ,


તમારા સ્મિતના શુકન જરૂરી છે શુભારંભે,

ઉપસ્થિત રાખજો એને પ્રસંગોચિતમાં કાયમ,


ઉદાસીને ઉમળકાથી વધાવીને ગઝલ ગાતાં,

મરીઝ, ગાલિબ ને ગુલઝાર રહે જગજીતમાં કાયમ,


તિમિરનાં રંગની સંગે ઘરોબો "દીપ" રાખે છે,

હા, એથી જાતને ઝળહળ કરે મનમિતમાં કાયમ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational