STORYMIRROR

Dipak sinh Solanki

Inspirational Children

4  

Dipak sinh Solanki

Inspirational Children

માસ્તર

માસ્તર

1 min
248

શિક્ષક ના કહેશો હોં ! હું તો માસ્તર છું,

ભણતરથી ભાવિનું કરતો ઘડતર છું,


મૂંઝાશો ના મનમાં સંશય રાખો નહિ,

પ્રશ્ન પૂછજો આપું એનો ઉત્તર છું,


શ્રીમંતોના દીકરાઓનું હૈયું છું,

ગરીબના ગણવેશ કેરું વસ્તર છું,


ભણી ગણીને કોઈ અચાનક પગે પડે,

ત્યારે થાતું કેવો હું બળવત્તર છું,


વિદાય ટાણે આંસુ ટપકે આંખોથી,

લાગણીઓનું લીલુંછમ હું ખેતર છું,


માની માફક માથે હાથ મૂકુ છું હું,

પિતાના પુરુષાર્થ કેરું વળતર છું,


પ્રલય અને નિર્માણ કરી શકતો પળમાં,

તેથી લાગે ચાણક્ય જ નિરંતર છું,


"ગુરૂ દેવો ભવ " કહીને વંદે સૌ,

જ્ઞાન "દીપ"થી ફેલાયેલું અત્તર છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational