Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinod Manek

Inspirational

4.5  

Vinod Manek

Inspirational

ગઝલ હશે

ગઝલ હશે

1 min
88


બે શબ્દ વચ્ચેની જગા, મારી ગઝલ હશે

આકાશથી વરસે દુઆ, મારી ગઝલ હશે,


છે વેદ, ગીતા, બાઈબલ ને, એ કુરાનમાં

આયાત, મંત્ર કે ૠચા, મારી ગઝલ હશે,


'ને આભ, જળ, અગ્નિ, પવન, માટી થકી બની

એ પંચમહાભૂતી કથા, મારી ગઝલ હશે,


સ્વીકૃત થશે, ઝંકૃત થશે, વિસ્તૃત થશે વળી

અમૃત બની વરસે ઘટા, મારી ગઝલ હશે,


મારી ગઝલ, તારી ગઝલ ના ફેર કૈં હશે

મા શારદે ! તારી કૃપા, મારી ગઝલ હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational