ગીત એવું કોઈ ગાવાનું મળે
ગીત એવું કોઈ ગાવાનું મળે
દિલની આખી કિતાબ મે કરી છે તારે નામ,
લખી દઉં તારી પ્રસંશા પાને પાને ખાલી જો કોઈ પાનું મળે !
દિવાનગીની હદ વટાવી લઉં, તારી સાથે એક મુલાકાત કરી લઉં,
જો મુલાકાત માટેનું મજાનું કોઈ બહાનું મળે !
જીવી લેવી છે એક ક્ષણમાં આખી સદી તારી સાથે,
બસ ઈશ્વરનું એવું કોઈ વરદાન મજાનું મળે !
સાચવી લેવી છે કિંમતી ક્ષણોને ઝવેરાતની જેમ,
હૈયે તારે મને કોઈ એવું મજાનું ખાનું મળે !
મે ક્યાં માગ્યા છે હીરા -મોતી ઝવેરાત,
બસ હૈયે તારા મને હંમેશા રહેવાનું મળે !
નથી જોઈતા મને રદિફ, કાફિયા કે છંદો,
બસ થોડા કિંમતી શબ્દોથી ગઝલમાં તને કહેવાનું મળે !
બસ વણ કહે તું સમજી જાય મારા અહેસાસને,
બસ મહેફિલમાં મને ગીત એવું કોઈ ગાવાનું મળે !

