STORYMIRROR

Harshida Dipak

Romance

2  

Harshida Dipak

Romance

ગીત - ' એક પ્રશ્ન '

ગીત - ' એક પ્રશ્ન '

1 min
13.6K




ઝાકળની હેલીને આમ - તેમ પૂછ્યું તો'

ક્યાં જઈને અટવાણી સૈ ..?


વગડાની વચ્ચે તું વાયરામાં વહેતી'તી,

કઈ દિશે પથરાણી સૈ ...?


ઝુરવાની ઘટનાને પાક્કો આધાર,

લઈ રોજ રોજ ભટકે તું વાડમાં,


લાગણીના છોડવાને સમજે શું,

લોક બધાં આગ હવે લાગે છે નાડમાં,


કરગરવું કરગરવું માનેના મન હવે,

ક્યાંથી ક્યાં અથડાણી સૈ...?



ફૂલ જેમ શમણાંઓ ખરતાં રહે છે બધે,

સતનો આધાર કાંઈ રાખ,


વેગીલો વાયરો ધમરોળે જાજો તો -

હળવેથી હાથ એમાં નાખ,


પ્રેમભીનાં પગલે તું ચાલતી જ રહેશે તો,

નથી ક્યાંય રોકાણી સૈ ...!!


Rate this content
Log in

Similar gujarati poem from Romance