STORYMIRROR

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

ગીત - દીકરી

ગીત - દીકરી

1 min
12.1K


દીકરી મને જીવથીયે વહાલી,

લાગે જાણે અમૃતની પ્યાલી


દૂર દેશથી મારે આંગણે જાણે ઊતરી પરી.

અપાર ખુશીઓથી જિંદગીને એણે ભરી.

હસે તો ઝરે ફૂલઝરી, બોલી એની કાલી,

દીકરી મને જીવથીએ વહાલી..


રૂમઝૂમતી ચાલ એની, હરણી શી ચંચલ.

ઊર્મિઓથી છલકે, આખુંયે ઘર જાણે પલ પલ,

જે ઘરમાં છે ના દીકરી, ઘર ના એ મકાન ખાલી.

દીકરી મને જીવથીએ વહાલી..


ભાઈની સાથે રોજ ઝઘડે, તોયે સ્નેહ અપાર.

લાડકડીની વિદાય વેળા ભઈલો રડે ચોધાર.

ભારે હૈયે ડેલી સુધી વળાવે આંગળી ઝાલી.

દીકરી મને જીવથીએ વહાલી..


કેવી આ રીત? છોડી પિયર, અજાણ્યે પંથ જવાનું

કંકુ થાપા કરીને કાયમને માટે પરાયા થવાનું.

કોણ દેશે સહિયરને હવે હસી હસીને તાલી,

દીકરી મને જીવથીએ વહાલી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational