STORYMIRROR

Gunvant Upadhyay

Thriller

3  

Gunvant Upadhyay

Thriller

ગીત - ધાડ

ગીત - ધાડ

1 min
13.6K



બોરડીના કાંટાની બળતી બપ્પોર રોજ ખીલે છે મોસમનાં સ્વાંગમાં!


વાંકડિયા કાંટાની વેદનાઓ, પંપાળી પંપાળી કરતી હું મોટી;

ગળતી થઈ વેદનાની ગ્રંથીઓ જ્યારથી ત્યારથી જ જાણે ગલગોટી,

એવું શું ઉમેર્યું તેં ભાંગમાં?

રોજ ખીલે છે મોસમનાં સ્વાંગમાં!


બાવળનો કાંટો તો લિસ્સો ને સીધો કે કાઢવોય લાગે એ સહેલો;

વાંકડિયાં બાલ જોઈ એવી હરખાઈ'તી એને ના આઘો હડસેલ્યો,

કે જાણે પડતી હો ધાડ જાણે કાંગમાં!

બોરડીના કાંટાની બળતી બપ્પોર

રોજ ખીલે છે મોસમનાં સ્વાંગમા!


Rate this content
Log in

Similar gujarati poem from Thriller