ઘૂંઘરીયું
ઘૂંઘરીયું
નેણમાં કાજળ ને ચોળીએ ઘૂંઘરીયું પહેરી,
પાણી પીતો કરું ભરથારને ચોળી લીલી પહેરી,
વરણાગી બની ઘેલી કરે ને થાય પાછો મા'રો વહાલશેરી
એમને પ્રસરાવ્યો છે પ્રેમ જ્વર દિલનો વહેરી..
~~
સાસુ મારી છે આળસુ ને આમેય પાછી બહેરી,
ખાટલે સૂતો સસરો છે, તે મનનો સાવ લહેરી,
વાસીદું શે' કાઢું, આ ચોળીએ ઘૂંઘરીયું પહેરી ? !
એમને પ્રસરાવ્યો છે પ્રેમ જ્વર દિલનો વહેરી..
~~
જેઠિયાનો ભારે દોરદમામ, બેઠો છે બની પહેરી,
નબળી પણ જબરી જેઠાણી આજ લાગે છે મહેરી,
રોટલા શે' શેકું, આ ચોળીએ ઘૂંઘરીયું પહેરી ? !
એમને પ્રસરાવ્યો છે પ્રેમ જ્વર દિલનો વહેરી..
~~
નણંદી છે નખરાળી પણ કામ વધારે એવી ઠહેરી,
નણંદોઇ છે તો ઘરજમાઈ પણ છે તે રંગીલો શહેરી.
દળણા શે' દળું આ ચોળીએ ઘૂંઘરીયું પહેરી ? !
એમને પ્રસરાવ્યો છે પ્રેમ જ્વર દિલનો વહેરી..
~~
દિયરીયો વદે વરંડે ચોપડિયું પાન મઠેરી,
ગમાણ નકરું છાંણુ કરે ઘરની ગાયું ભાંભેરી,
છાંણા શે' થાપૂ, આ લીલી ચોળીએ ઘૂંઘરીયું પહેરી ? !
એમને પ્રસરાવ્યો છે પ્રેમ જ્વર દિલનો વહેરી..
~~
નેણમાં કાજળ ને ચોળીએ ઘૂંઘરીયું પહેરી,
પાણી પીતો કરું ભરથારને ચોળી લીલી પહેરી,
વરણાગી ઘેલી કરે ને થાય પાછો મા'રો વહાલશેરી
એમને પ્રસરાવ્યો છે પ્રેમ જ્વર દિલનો વહેરી...