ઘર
ઘર
લોટની નાની અમથી ગોળી
પાંચ કીડીએ કરી ટીંગાટોળી
લઇ 'દર'માં બધા એ તોડી
કીડીએ સંપની સાકળ જોડી
મળી બધાએ ખાધી થોડી થોડી
એકલાં ન ખવાઈ એ સમજણ,
કોણે હશે એના મનમાં ધોળી ?
વૃધ્ધને આપવા એક ટુકડો,
ને આપવી એક કપડાંની જોડી
એમાં થાતી ઘરમાં હોળી
ખવાય બંધ ઓરડામાં પુરણપોળી
માનવમાં આ એકલતાં કોણે જોડી ?
ને કીડીનાં મનમાં "એકતા" કોણેે ધોળી
સમજણ નેેે અંતે સમજાયુંં! !
"દર"કીડીનું,ગુણથી ઘર ગણાયું
"ઘર"માણસનું,મરેલી
માનવતાથી મકાન જણાયું
શોધે "ઘર" વૃઘ્ઘત્વ
કરો મદદ હે, ! ઈશ્વર તત્વ
