Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Romance

4  

Rutambhara Thakar

Romance

ઘણું છે

ઘણું છે

1 min
309


અકળ મૌન તમારું ઘણું અકળાવે અમને,

અમારી તારીફમાં બે શબ્દો કહો તોય ઘણું છે !


ક્યાં કહીએ છીએ કે આખી ગઝલ બોલો તમે,

અમારી ગઝલ સાંભળી "વાહ" કહો તોય ઘણું છે !


નથી કરી ક્યારેય સરખામણી કદી કોઈ સાથે ,

ફક્ત લાખોમાં એક છીએ એમ માનો તોય ઘણું છે !


હરખને તેડા ના હોય એમ અમથા,

અમને જોઈ થોડા મલકો તોય ઘણું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance