ઘણું છે
ઘણું છે


ખિતાબો કે સન્માનોની અહીં એષણા ક્યાં છે...?
બસ, બધાનાં હૃદયે નોંધ લેેવાય એ ઘણું છે...!
હરીફાઈની બાજી અહીં લગાવી જ છે કોણે...?
હરીફોની મહેફિલે ચર્ચા થાય એ ઘણું છે...!
લખવાનું કલમથી જ આદર્યું છે અહી બધાએ..
અંતરના નાદે અહી લખાય તો એ ઘણુંં છે...!
ભલેે આજેે ટોળાનાં તુક્કલ આકાશે ચડ્યા છે...
વહેતા સલિલે આ પતંગ જો ટકે તો ઘણું છે...!
છે..પુષ્પોની ચાદર અહી બગીચેે બિછાવેલ...
આ ફૂલ કાંટાઓની વચ્ચે ખીલે તો ઘણું છે...!
ખિતાબો કે સન્માનોની અહીં એષણા ક્યાં છે...?
બસ,બધાંના હૃદયે નોંધ લેેવાય એ ઘણું છે...!