STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

ઘડપણનો સહારો

ઘડપણનો સહારો

1 min
266

યુગો યુગ બદલાય તોય,

મર્યાદાની બેડી સ્ત્રીને શું કામ ?


સદી બારમી હોય કે એકવીસમી,

પવિત્રતા હોય, કે બંધન સ્ત્રીને જ શું કામ ?


કહે બધાં જમાનો બદલાઇ ગયો,

સ્ત્રીઓ માટેની રુઢી શુ કામ ન બદલાઈ ?


દુનિયા મંગળે રહેવા જાય સદાયને,

એક ગરીબની દિકરીને,

દહેજ નામક રાક્ષસ ભક્ષી જાય.


દિકરો જન્મે ત્યાં આનંદ છવાય,

કહેવામાં તો બંને સમાનના નારા બોલાય,

ને એક બાજું માસુમ પારેવા સમી બેટી કુખે મરાય છે.


દિકરાના ગૂને પડદા પડાય,

ને દિકરીની આઝાદી પર પડદો પડાય છે.


દિકરાને કુલ દિપક બોલાય છે,

એ સીદ ભૂલી જવાય કુલદિપકને,

જગતંબા સમી દિકરી અવતરે છે,

આ વાત શું કામ વિસરાઈ જવાય છે ?


કોઈની દિકરીને પીંખે મોજ ખાતર,

તો તેને નાદાની નામ અપાય,

પર કોઈ દિકરી પોતાની મરજીથી પરણે, 

તો સમાજમાં દુઃખનો ડુંગર ફાટી જાય છે.


દિકરો પુ નામના નર્કે ઉગારે,

તો દિકરી નર્કને ભોય પછડાટ આપે છે, શાનથી,

દિકરો સહારો બને આ વાત છે, તદન ખોટી,

તેમની પત્ની કાજે મા-બાપને,

ઘરડાઘર મોકલતા જોયા છે.


મા-બાપ ના ઘડપણની,

લાઠી છે, દિકરી,

શાનો કુળ દિપક !

જે મા-બાપને ઘરડાઘરે મૂકી આવે.


દિકરીના મા-બાપને લબ્જની વિનંતી,

દિકરીની જીંદગીમાં દખલ બંધ કરો, 

ને પતિના મા-બાપને પોતાના ગણે,

તેવી શિક્ષા આપો.


દાગીના મકાન કામ નહીં આવે,

સમયે તમારી શિક્ષા, સાસુ સસરાના અંતર ઠારશે,

તો તમારી પેઢી ઉગરી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational