STORYMIRROR

Kaushik Dave

Drama Classics Others

3  

Kaushik Dave

Drama Classics Others

ઘડપણ

ઘડપણ

1 min
180

ચાલતા ચાલતા પગ લથડાય,

લાકડાના ટેકે કેમ ચલાય ?,


હાથની ધ્રૂજારી કેમ કરી જાય ?,

લખતા લખતા પેન પડી જાય,


આંખોથી દૂરનું કેમ દેખાય ?,

મોતિયાની આંખો એ ઝાંખું દેખાય,


શ્રવણશક્તિ સારી જણાય,

છતાં..પણ..

ઊંચેથી સાંભળીને મોટેથી બોલાય,


સાઈઠથી સિત્તેરમાં લથડિયા ખવાય,

જીન્સ પહેરીને ક્યાંથી જવાય,


ઘડપણમાં કેવી મોંકાણ થાય ?

વારાફરતી વારો બધાનો આવો થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama