ગૌરવવંતુ ગુજરાત
ગૌરવવંતુ ગુજરાત
ગૌરવવંતુ ગુજરાત અમારું ગૌરવવંતુ ગુજરાત
શત શત નમીએ અમારું ગૌરવવંતુ ગુજરાત,
મોંઘેરું છે એમાં મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્ય ભગવાનને નમીએ
આકારનો ભંડાર છે સીદી સૈયદની જાળી તેની ડિઝાઈન જોઈએ,
પાણીની રેલમછેલ છે રાણીની વાવ તેના નીરને નિહાળીએ
સોનેરી છે સોમનાથ મંદિર શિવના દર્શન કરીએ,
વૃક્ષોનું ઝૂમખું છે ગીરનું જંગલ જંગલના રાજાના દર્શન કરીએ.
