ગાય અમારી માતા છે
ગાય અમારી માતા છે
ગાય અમારી માતા છે લાગે વ્હાલી વ્હાલી
ગુણોનો તે સાગર છે લાગે ન્યારી ન્યારી,
પ્રેમ દઈને પાળજો લાગે છે છે સારી સારી
રૂડા છે એના ઋણ રાખજો રાજી રાજી,
મધુર મીઠું દૂધ આપે અમૃત જેવા છે તેના ગુણ
નિત્ય એની સેવા કરજો મળશે પુણ્યનું સુખ,
ગૌમૂત્ર છે તેનું અમૂલ્ય ભગાડે છે રોગોને
દર્દીઓના દુઃખ મટાડે આપે છે સનમુખ,
ખાતર એનું અદભૂત પાકે છે અનાજ ભરપૂર
આપે સદાય એ ખુશીઓનો વરસાદ, સાથે રહે બારેમાસ,
ગૌ સેવામાં દાન કરીએ કદી ના ભૂલી ગાય માતાને
અમૂલ્ય છે એના ગુણ રાખો સદાયે એના મૂલ્ય.
