એવો દેશ છે મારો
એવો દેશ છે મારો
ધર્મ, બોલી, પહેરવેશ બધું છે ભિન્ન,
દુનિયામાં સૌથી સારો એવો મારો દેશ,
એવો દેશ છે મારો.
આન, બાન, ને શાન છે આ મારો દેશ,
જગમાં રહેશે તેનું નામ સદા અમર,
એવો દેશ છે મારો.
ગંગા, યમુના સરસ્વતી અમારી માત,
રક્ષા કરે સદા પેહરેગીર સમો હિમાલય,
એવો દેશ છે મારો.
હિંદ રાષ્ટ્રમાં બોલાતી ભાષા અનેક,
ભાઈચારા કેરી ભાવના રહે નિત,
એવો દેશ છે મારો.
વિવિધ ધર્મ કેરાં ઉજવાય ઉત્સવ,
નિભાવે સદા માનવતા કેરો ધર્મ,
એવો દેશ છે મારો....!
અતિથિને પણ માને છે ભગવાન,
વસુધૈવ કુટુમ્બકમ ભાવના રાખે નિત,
એવો દેશ છે મારો.
