એવાં મા ને બાપ
એવાં મા ને બાપ
જેણે મને આ દુનિયા બતાવી એવાં મા ને બાપ,
જેણે પાપા પગલી શિખાડી એવાં મા ને બાપ,
મને ક્યાં ખબર હતી, કક્કા બારખડીના કાયદા,
જેણે ગુરુની આંગળી પકડાવી એવાં મા ને બાપ,
વ્યવહારની દુનિયામાં મારો કક્કો કાચો રહી ગયો,
વ્યવહાર સમજાવ્યો વિગત પાડી એવાં મા ને બાપ,
નાવ મારા જીવનની હાલક ડોલક ન થાય એટલે,
શઢ પ્રાર્થના તણી શણગારી એવાં મા ને બાપ,
અપેક્ષાનો જરા પણ ભાર મૂક્યો નહીં મારે માથે,
દીધા આશીર્વાદ આંખેથી ઉતારી એવાં મા ને બાપ.
