STORYMIRROR

Neeta Chavda

Romance Others

4  

Neeta Chavda

Romance Others

એમ નથી

એમ નથી

1 min
232

સાવ ફોગટ જિંદગી જીવાય એમ નથી,

જામ છે આમ એકલા પીવાય એમ નથી.


પળે પળે પીડાથી પીડાય છે આખું પડી,

પરોપકારમાં જિંદગી આ, જાય એમ નથી.


ટીપે ટીપે પરસેવાના, લખી છે યાતનાઓડી,

અંગત સિવાય કોઈને, કહેવાય એમ નથી.


રાઝની વાત જણાવું, મૂર્ખ વચ્ચે રહેવાની,

આ ડાહ્યાની વચ્ચે હવે રહેવાય એમ નથી.


સમયના ઘા પણ ખૂબ ઊંડે ઊંડે લાગ્યા છે,

આમ ક્ષણે ક્ષણે ઝેર જીરવાય એમ નથી.


હથિયારોની જરુર ક્યાં, શબ્દો જ કાફી છે,

જખ્મો માટે છે પણ, શબ્દ રૂઝાય એમ નથી.


ને હવે પરલોકને પણ ડર સતાવે છે 'નીતા',

કહે અહીં જેમ સ્થાયી થવાય એમ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance