એકવાર
એકવાર
સ્વર્ગની મજા તો તારે રોજ છે,
એકવાર મા ધરતીની ગોદમાં ઊંઘી તો જો. !
સુખના ડુંગર ખૂંદવા તને રોજ ગમે,
એકવાર દુઃખની ડૂબકી લગાવી તો જો. !
ગમતા પકવાનની મજા તો તારે રોજ છે,
એકવાર ગરીબની ઝૂંપડીમાં ડોકીયું કરી તો જો. !
સ્વપ્નનો સાગર માણવો તને બહુજ ગમે,
એકવાર સાગર ના પાણીને ચાખી તો જો. !
દૂરથી ડુંગર જોવા તને બહુજ ગમે,
એકવાર ડુંગર ચઢી તો જો. !
પારકાને સારી સલાહ આપવી તને બહુજ ગમે,
એકવાર તેજ સલાહને તું પાળી તો જો. !
સ્વાર્થ ઘેલો તું અનેક વૃક્ષનું નિકંદન સહજ કરે,
જિંદગીમાં માત્ર એક વૃક્ષને ઉછેરી તો જો. !
નિત નવા ફોટા-વિડિયો ને લાઈક કરે, શેર કરે,
એકવાર સાચા અર્થમાં મિત્ર ને મદદ કરી તો જો. !
આ શરીરરૂપી ભપકામાં છૂપાયેલ માનવ,
એકવાર સાચા અર્થમાં માનવી બની તો જો..!
