STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

એકાંતની પળોમાં

એકાંતની પળોમાં

1 min
27.4K


સહજ મનોમંથન શરુ થાય છે એકાંતની પળોમાં,

વિચારોનું ઘોડાપૂર પ્રગટી જાય છે એકાંતની પળોમાં.


કાં ભજન કાં ભોગ ખોરાક વર્ષોજૂનો છે એકાંતનો,

માનવી સંત કે શૈતાન બની જાય છે એકાંતની પળોમાં.


અદભુત છે અવસર એકાંત આત્મદર્શન કરવાનો,

અવાજ આત્માનો સંભળાય છે એકાંતની પળોમાં.


ઉન્નતિ આત્મિક કરવા અનિવાર્ય એકાંત સાંપડતું,

બુધ્ધ કે મહાવીર જાગી જાય છે એકાંતની પળોમાં.


પ્રાયશ્ચિત કે પશ્ચાતાપનું ઝરણું ફૂટે છે એકાંત થકી,

ભૂલ પોતાની પછી સમજાય છે એકાંતની પળોમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational