એકાંત
એકાંત
ઘડીએ ઘડીએ ઘડિયાળના
કાંટાની કટ...કટ ..... ગણી લઉં છું,
પછી વારો આવે છે નળમાંથી
ટપ....ટપ પડતા ટીપાંના ઘોંઘાટનો,
હવે રસ્તાઓ પર આવતી જતી ગાડીઓની ચીસા...ચીસ,
અરે.... આ પંખો......
જાણે અગણિત પિંજરે પૂરાયેલા
કબૂતરના પાંખોનો ફડ...ફડાટ,
અંતે.... એ બધામાંથી.....ગૂંગળામણથી
બહાર નીકળતા...નીકળતા
હું મારા ધબકારા.....
તપાસી લઉં છું !
એકાંત - એક અનુભવ
