એક વાત યાદ આવી
એક વાત યાદ આવી
વાતો વાતોમાં મને એક વાત યાદ આવી,
જૂની એક ફે્ન્ડ યાદ આવી,
રાહ જોતી હું મણાર રહી ગઈ ત્યાં,
બસમાં કરેલી મીઠી વાત યાદ આવી,
જાવ હું એને મળવાને મણાર ત્યાં તો,
તેના કરેલા નખરાની યાદ આવી,
એ તો આવી દહોદથી મણાર મળવાને,
બે - ત્રણ વષઁ જૂની વાત યાદ આવી,
સાકાર થઈ રહ્યા હોય જાણે શું કહું,
એવા મારા સ્વપ્નની યાદ આવી,
રાહ જોતા જોતા ખુદને ખબર જ ના રહી,
કે ક્યારે જતી રહી એ દાહોદ એ વાત યાદ આવી,
દાહોદ જવાની વાત મારી વાત જ રહી ગઈ જાણે,
સુલોચનાએ કીધેલી વાત યાદ આવી,
વાતો વાતોમાં મને એક વાત યાદ આવી,
જૂની એક ફે્ન્ડ યાદ આવી.
