એક તૂટતું ઘર
એક તૂટતું ઘર


ઊડી ગયેલા છાપરાં,
આજ પણ બોલી ઉઠે છે!
જે ઘર હતું!, એ આજ ક્યાં દેખાય છે!
તૂટેલાં નળિયામાંથી,
આવતો પ્રકાશ કોની ખોજમાં છે?
લાગણીના ભેજમાં,
ઈંટો પણ હવે દેખાય છે!
એક આવે, ને એક જાય!
ધરમશાળામાં પણ,
માણસ ઊભરાય છે,
નથી લાગતું હવે આ ઘર,
બસ ખંડેર મકાન ભાસે છે!