STORYMIRROR

Sheetlba Jadeja

Inspirational

4  

Sheetlba Jadeja

Inspirational

એક ટેબલ પર પડેલી કિતાબ !

એક ટેબલ પર પડેલી કિતાબ !

1 min
244

એક ટેબલ પર પડેલી કિતાબ,

લાગણીને વાચા આપતી કિતાબ,

પ્રેયસીને રિઝવતી આ કિતાબ,

મનને સુખ આપતી કિતાબ,


ક્યારેક, હૈયાફાટ રૂદન કરાવતી કિતાબ,

દુ:ખમાં હિંમત વધારતી કિતાબ,

આંખોને સપના દેખાડતી કિતાબ,

કલમને સજીવન કરતી કિતાબ,


અનુભવોનાં આનંદને પીરસતી કિતાબ,

ઓરડાને વિચારોથી મહેકાવતી કિતાબ,

પ્રયોગો અને નુસખાઓનો સંગ્રહ કરતી કિતાબ,

ઈતિહાસનાં પરાક્રમને વાગોળતી કિતાબ,


શબ્દ્કોશને સ્વરૂપ આપતી કિતાબ,

ચરિત્રને ખુલીને ઊઘાડતી કિતાબ,

કોરા કાગળ પર રંગ ભરતી કિતાબ,

વીતેલી ક્ષણોને કેદ કરતી કિતાબ,


ભવિષ્યને ઉજ્જવળ બનાવતી કિતાબ,

સમય- સમયને સમયાંતરે સાચવતી કિતાબ,

કિંમતી રત્નોથી પણ તેજસ્વી કિતાબ,

પાંખો બની ઉડાન આપનારી કિતાબ,


મૂંઝવણોમાં મિત્ર બનતી કિતાબ,

પવિત્રતાને ખૂણે લઈ જતી કિતાબ,

શબ્દોથી જ્ઞાનને વધારતી કિતાબ,

અપૂર્ણ ને પૂર્ણ કરતી કિતાબ,

આ એક ટેબલ પર પડેલી કિતાબ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational