એક સવાલ
એક સવાલ
તારો ગુસ્સો મને અકળાવે છે,
તારી ઉદાસી મને ડંખે છે,
તું યાદ આવે છે,
રાત લાંબી થતી જાય છે અને સવાર પડતું નથી.
તું જયારે મૌન હોય છે ત્યારે તારી ભીતર પ્રશ્નોનો દરિયો ઉછળતો હોય છે,
અને એ મને સંતાપે છે,
પરંતુ,
હું કહીશ તોજ તું માનીશ કે હું તને ખૂબ પ્રેમ કરું છું?

