STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

એક મત

એક મત

1 min
26.4K


એક મત જો ખોટો પડે છે,

દેશ આખો ગોથે ચડે છે.

નાત-જાતોને મત ન આપો,

ધરમ વાળો ખોટો પડે છે.

તું ખુદાનું શું ઘર બનાવે,

ક્યાં ખુદા ખુરશીએ ચડે છે.

જગત જેણે આખું બનાવ્યું,

જો, બધા એના ચાકડે છે.

સૌ ખુદાના દિલમાં રમે છે,

વોટ માટે તું શું રડે છે.

રાજકારણ ગંદુ બનાવી,

માણસો જો કેવા સડે છે.

સૌ મનાવે ખુરશી દિવાળી,

જો અહીં માણસ તરફડે છે.

તું બન્યો છે ખુરશી જ ઘેલો,

કોઇ માણસ ક્યાં પરવડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational