એક જ મરોડ.. ઈચ્છા કરોડની
એક જ મરોડ.. ઈચ્છા કરોડની
ફળે કોને આ જીવનના મરોડ તોયે આશ રાખું છું,
ડૂબતી રહી તોયે ઈચ્છા કરોડની આશા રાખું છું.
ન ઉમ્મીદો, ન કોઈ આધાર મળ્યા તોયે ઝઝમું છું,
સપના તૂટતા સૌ જાય તોયે પૂરા થશે એ આશ રાખું છું.
અમસ્તા આ મનના એક જ મરોડની હોય છે,
લૂટાતી રહી તો પણ ઈચ્છા કરોડની રાખી છે.
ભરોસો રાખી લૂંટાતી રહી હકીકતના મરોડમાં હું,
સબંધો ટૂટતા સૌ ગયા તોયે ઈચ્છા રાખતી રહી હું.
સજાવ્યું છે ભાવનાના ભાવથી ઉપવન આ જીવન કેરુ,
લાગણીને ઠોકર મારતા સૌ જાય તોયે ઈચ્છા સંપ ભેરુ...
