Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

એક જ મહાન

એક જ મહાન

1 min
395


માનવ બની ગયો એટલો મહાન, 

ખુદને ખુદમાં ભૂલી ગયો મહાન.


સફળતાની સીડી ચડતો મહાન,

લાગણીઓને દફન કરતો મહાન.


ઘન વૈભવની વચ્ચે રાચતો મહાન,

દુઃખ દુનિયાનાં ક્યાં જાચે મહાન.


જિંદગીનાં મોહને બાંધતો મહાન,

લાચાર જીવને ક્યાં બચાવે મહાન.


પ્રતિષ્ઠા ખોખલી ધારણ કરતો મહાન,

તુચ્છ માનવની વેદનાં અવગણતો મહાન.


જીવન સાગર વાટે દોડતો મહાન,

મઝધારે ડૂબેલાને ક્યાં તારવે મહાન.


શા કાજે સજ્જન વેશમાં ફરતો મહાન,

મઝધારમાં હર‌ માનવની દશા એક જ મહાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational