STORYMIRROR

Kaushik Dave

Tragedy Children

3  

Kaushik Dave

Tragedy Children

એક ચિઠ્ઠી

એક ચિઠ્ઠી

1 min
159

મારા આંગણામાં સવારે 

ઊડતી આવી એક ચિઠ્ઠી,


જોયું તો એ નામ વગરની ચિઠ્ઠી હતી,


કોણ હશે જેણે આવું લખ્યું

વિચારીને ચિઠ્ઠી મૂકી,


એટલામાં એક બાળક આવ્યો

કહે દાદા આપો મારી ચિઠ્ઠી,


ચિઠ્ઠી આપતા પૂછ્યું મેં

કોને લખી છે આ ચિઠ્ઠી,


બાળકની આંખમાં આવ્યા અશ્રૂ

કહે કોઈને નથી લખી,


બસ સમય પસાર કરવા માટે

આ એક ચિઠ્ઠી મેં લખી,


ચિઠ્ઠી લઈને ગયો બાળક

બાળકની માસૂમિયત દેખી,


બીજા દિવસે ખબર પડી મને

બાળકની નથી મમ્મી,


મમ્મીને યાદ કરીને લખે છે ચિઠ્ઠી,


પપ્પા જાય ઓફિસે ત્યારે

લખવા બેસતો એ ચિઠ્ઠી,


દાદા દાદી પાસે રહેતો

મમ્મીનો વ્હાલો હતો,


બાળપણમાં ગુમાવેલી મમ્મીને

યાદ કરીને લખતો ચિઠ્ઠી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy