Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational Others

4  

Neha Desai

Inspirational Others

એ દિવસ જરૂર આવશે

એ દિવસ જરૂર આવશે

1 min
179


આંસુઓ, હાસ્યમાં ફેરવાશે,

‘ને, દુ:ખ દર્દ, દૂર થાશે !

ભેટશે લોકો, સગાં સ્નેહીઓને,

‘ને, બે ગજનું, અંતર જાશે !

એ દિવસ જરૂર આવશે !


છૂટશે કારાવાસ ઘરનો,

‘ને, મહોલ્લે ભીડ થાશે !

યૌવન હિલોળે ચડશે,

‘ને, મહેરામણ ઊભરાશે !

એ દિવસ જરૂર આવશે !


ગરબાની, રમઝટ બોલાશે,

‘ને, તાલીએનાં તાલે, નચાશે !

માસ્ક ને સેનિટાઈઝર મૂકી,

‘ને, સોળ શણગારે સજાશે !

એ દિવસ જરૂર આવશે !


શેરીઓ સજશે, દિપકથી,

‘ને, રૂડી રંગોળી દોરાશે !

સામસામે બેસીને, શુભેચ્છા અપાશે,

‘ને, આમ ખરી દિવાળી, ઉજવાશે !

એ દિવસ જરૂર આવશે !


દુનિયા દોડશે, તેજ રફતારથી,

‘ને, રોજગારીની તકો ઊભી થાશે !

કોરોનાનો, સંપૂર્ણ વિનાશ થાશે,

‘ને, પછી સુખચેનથી, જીવાશે !

એ દિવસ જરૂર આવશે !


રસ્તાં ધમધમશે, ટ્રાફિકથી,

‘ને, એમ્બ્યુલન્સની તીણી સાઈરન,ભૂંલાશે !

ડોક્ટરો લેશે, રાહતનો શ્વાસ,

‘ને, હોસ્પિટલો, ખાલી થાશે !

એ દિવસ જરૂર આવશે !


જિંદગી આવશે, રૂમઝુમતી,

‘ને, મોત પોબારા, ગણશે,

જીવીશું આપણે, 'ચાહત'થી,

‘ને, દરેક જીવો, હરખાશે !

એ દિવસ જરૂર આવશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational