STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

દવાખાનું અને સમજ

દવાખાનું અને સમજ

1 min
331

ધર્મ સ્થળ પછી સહુથી વધુ,

યાદ કરાય ત્યાં ભગવાન છે,

આપણા હાથમાં કાંઈ નથી,

દવાખાનું આપે એવું જ્ઞાન છે.


શારીરિક અને માનસિક મુસીબતોથી,

ઝુઝતો હોય છે માનવ માત્ર,

દવાખાના થકી કેટકેટલી,

સમસ્યાઓનું મળે સમાધાન છે.


દેવદૂત જેવા ડોક્ટર અને પરિચારીકાના,

સમર્પણની જ્યાં બને છે કહાની,

દવાખાના છે એવી જગ્યા,

જ્યાં માનવતાની પહેચાન અને શાન છે.


દવાખાનાઓમાં જોવા મળે છે દર્દીઓ,

અને કુટુંબીજનોની લાગણીઓનું તુમુલ યુદ્ધ,

જિંદગી છે સપના જેવી,

દવાખાનાઓ આપે એટલું અનુસંધાન છે.


દવાખાનામાં જોવા મળે છે મૃત્યુના રુદન,

અને નવા જન્મેલા બાળકો થકીનું સ્મિત,

આપણે સહુ છીંએ દુનિયાના રંગમંચના,

અવનવા પાત્રો, દવાખાના આપણને કરાવે ભાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational