દવાખાનાનાં એ ડોક્ટર
દવાખાનાનાં એ ડોક્ટર
માંદગીના બિછાને પડેલાનો આધાર બસ એક ડોક્ટર;
સૌની આશાઓને ઠારનાર ભગવાન સમો લાગે ડોક્ટર...!
નિરાશાઓ દૂર ભગાડી ચેતનાઓને જગાડે ડોક્ટર;
ભૂખ્યાં રહી ભોજનની વ્યવસ્થા કરાવે ભોળા ડોક્ટર...!
નિદાન જાણી દર્દીઓને ઉપચાર અનેરું આપે ડોક્ટર;
ટાઢ તડકો દિન રાત સતત સેવામાં ગુજારી દેતા ડોક્ટર..!
અશક્ત દર્દીને દવાઓ આપી સાજા કરતાં ડોક્ટર;
માતાનું મમત્વ રાખી હિંમત ધરીને ફરતા જોને ડોક્ટર....!
જન જન સ્વાસ્થ્યની જાગૃતિ ફેલાવી રહેતાં ડોક્ટર;
દવાખાનામાં સારવાર માટે ખડેપગે ઊભાં રહે ડોક્ટર...!
અંધશ્રદ્ધા દૂર કરી સાચું જ્ઞાન વિજ્ઞાનનું બતાવે ડોક્ટર;
ખુદનાં દુઃખ ભૂલી જઈ જનસેવામાં જીવતાં બસ ડોક્ટર...!
નિઃસ્વાર્થ સેવાના પૂજારી બનતાં 'દવાખાનાનાં એ ડોક્ટર' ;
પ્રભુનાં દર્શન જેમાં થાતાં એવા વ્હાલાં ભાઈ જેવાં ડોક્ટર....!
