દુર્ગા અષ્ટમી
દુર્ગા અષ્ટમી
1 min
456
જગતજનની દેવી દયાળી, તેજ પ્રકાશે અપાર,
પ્રચંડ શક્તિશાળી, મહિસાસુર મર્દિની,
સોળે શણગારેલ તારું સ્વરૂપ નિહાળું, હર્ષે ઘેલી થાઉં,
પૂજા-આરતી ને નૈવેદ્ય ધરી, ગરબે રમું,
નિરંતર ભક્તિ થાય, તું આશિષ દેનાર,
શ્રદ્ધા-વિશ્વાસ સંગ, તું જ્યાં-જ્યાં પૂજાય,
ભક્ત કદી ન હોય એકલો-અટૂલો, હો' તારો સંગાથ,
અમ પર સદાય અમી-દ્રષ્ટિ રાખે, રાખે અમારી સંભાળ,
હે ! મા તું સંગે રહે, બાળ સદાય સ્મિતે હરખાય.