દુનિયાનો બગીચો
દુનિયાનો બગીચો
આ દુનિયાના બાગમાં,
ઊગે નીત નવા છોડ,
કોઈ બાવળ બની કાંટા ચૂભવે
કોઈ આંબો બની મધ મીઠા ફળ આપે,
તો કોઈ કડવો લીમડો બની મીઠો છાયડો આપે,
કોઈ મોગરો બની મહેકે,
તો કોઈ ગુલાબ બની ભગવાનના શિરે જાય
કોઈ ચંપો બની સુગંધથી છલકાય
તો કોઈ મધુમાલતી બની મલકાય,
કોઈ ડોલર બની સુગંધથી દિલ ડોલાવી જાય,
તો કોઈ રણનો થોર બનીને રહી જાય,
પાણી જમીન તો બધા ને મળે
તો આવું કેમ થાય ?
ગુલાબ મોગરા ડોલર ને મળ્યાં
આ પ્રેમાળ માળી,
જેની કાળજીથી જીવન મહેકાવી જાય,
બાવળ ને થોરની નથી કોઈ કાળજી લેવાવાળા,
એનું જીવન એળે જાય,
બનો પ્રેમાળ અને ખંતીલા માળી,
સંતાનોમાં સિંચન કરો સદગુણોનો
તમારો જીવનબાગ મહેકી જાય.
