STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4.3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

દુઆઓ જશે તારી ફળી

દુઆઓ જશે તારી ફળી

1 min
21

જશે તારી બધી દુઆઓ ફળી,

બલાઓ બધી જશે તારી ટળી.


નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કર,

ઝંખેલી ખુશીઓ જશે તને મળી.


જાતને ફાનસ બનાવી રાહ રોશન કર,

તારો કિસ્મતનો સિતારો જશે ઝળહળી.


વિશ્વાસ તો રાખ આ તારી જાતમાં,

આખરે પથ્થર પણ એક દી જશે પીગળી.


તારા નિર્ણયથી જોને ઈશ્વર પણ છે ખુશ,

એટલે જ આજે ફૂલ બની ગઈ હર કળી.


તને સાથ આપવા તૈયાર જોને ગુલશન છે,

તને પ્રણામ કરી રહ્યા છે ફૂલો લળી લળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational