દુઆ તો માંગી જો
દુઆ તો માંગી જો
એક ઝરણું બની વહી તો જો,
કાળમીંઢ પથ્થર પણ પીગળી જશે,
આમ પ્રેમથી પ્રેમનો ધોધ વહેવડાવી તો જો,
ભલે કોઈ રિસાયું તારાથી,
તું એને એકવાર મનાવી તો જો,
કોઈ સંબંધ તોડી તારાથી દૂર ચાલ્યા ગયું,
એક વાર પ્રેમથી સાદ દઈ તો જો,
નસીબ રૂઠ્યું સ્વજનો રૂઠ્યા,
રૂઠ્યો ઈશ્વર,
ભાગ્યના દ્વાર પર,
એક વાર ટકોરા તો મારી જો,
ક્યારેક તાગ ના મળે કોઈ સવાલોનો,
ત્યારે અંતરમનમાં ડોકિયું તો કરી જો,
ક્યારેક મુસીબતોના પહાડ,
રોકે તારા જીવનનો રસ્તો,
બે હાથ ઊંચા કરી દુઆ તો માંગી જો.
