દસ્તાવેજ
દસ્તાવેજ
કોન્ટ્રાકટ એક દસ્તાવેજ,
જેને કરાતું નથી ખારીજ,
ફરી જવાનું હોય કારણ,
અવિશ્વાસનું પણ મારણ,
કલમો શરતોથી રચાય,
ઘણા બધા પાનામાં લખાય,
નાની બાબતોનું ધ્યાન રખાય,
કોઈ પણ ચીજ ન છૂટી જાય,
છેલ્લે સહી ને સિક્કા કરાય,
જો માણસ નીરક્ષર હોય,
તો અંગુઠાની છાપ લેવાય,
ઉપર એવું પણ લખાય,
"ઉપર લખી જણાવેલ છે,
બધી વિગતો મેં વાંચેલ છે."
અંગુઠાની છાપ લાગતા જ,
પૂરો થતો હોય છે દસ્તાવેજ.
