દશેરા
દશેરા
દશેરા છે વીરતાનો વૈભવ વીર બનીને જવીએ
દશેરા છે પરાક્રમની પૂજા પરાક્રમી બની લઈએ,
દશેરા છે શૌર્યનો શૃંગાર શૌર્ય ને સજી લઈ
દશેરા છે અંહકારનો નાશ અહંકારને ઓગાળીએ,
દશેરા છે સત્યની જીત સત્યના શરણે જઈએ
દશેરા છે ન્યાયનો વિજય ન્યાય ની નૈયા વહાવીએ,
દશેરા છે ભલાઈનો દિવસ ભલાઈથી ભવસાગર તરીએ.
