દશેરા પર્વ આવ્યો મજાનો
દશેરા પર્વ આવ્યો મજાનો
નવ નવ નોરતાં પૂર્ણ થયાં પછી
દશમે જય વિજયદશમી
દશેરા પર્વ આવ્યો મજાનો....!
મીઠી મીઠી જલેબી
ભેટ સોગાદની થાળી
દશેરા પર્વ આવ્યો મજાનો...!
રાવણદહનથી કરી ઉજવણી
ફટાકડાની મજા માણી
દશેરા પર્વ આવ્યો મજાનો...!
અસત્યની થાય છે હાર
સત્યની જીતની છે વાત
દશેરા પર્વ આવ્યો મજાનો....!
શ્રીરામના હસ્તે થયો રાવણ અંત
સત્યના પ્રસંગે રામ સંગ
દશેરા પર્વ આવ્યો મજાનો....!