દશાનન
દશાનન
1 min
511
દર સાલ આવે તો છે દશાનન
તેને હણવા છે કોઈ તીર કમાન,
પૂતળું પૂંઠાનું બનાવી આગ ચાંપી
હરખાય જોઈ રાવણ દહન ઝાંખી,
મનોમંથન કર્યુ કદી જાતને પૂછ્યું
શીદ બળાયો દશ માથાળો રાવણ,
એ તો હતો સોનાની લંકાનો ભૂપત
છતા મર્યો વનવાસી રામના હસ્તથ,
અહંકાર, શત્રુતા જન્મી આતમ તણી
મસ્તકથી પછી એ ક્યાં શકાયો હણી,
નાભિમાં લગિરેક શું તીર ભોંકાયું ને
શ્રી પરામાવતારે રાવણ દેહને હણ્યું,
આતમમાં પડ્યો જે અહમનો કચરો
દશેરા એ જો થોડો થોડો પણ બાળો,
સાર્થક થશે દશાનન નું દશેરાએ દહન
હરખ ભેર સમજાશે તહેવારોનું મનન.