દર્પણ
દર્પણ


દર્પણ મારો છે સાયબો પહેલા
એના દર્શન મારે કરવા વહેલા
કાચમાં ઘીરે જોઈને મારું મુખડું
પછી જ એને પ્રાદુર્ભાવનું સુખડું
ધણીને સુજે ઢાંકણીમાં ય એવું
પાડોશીને અરીસે સુજે ના એવું
અરીસો બતાવે પ્રતિબિંબ ઉલટું
વાલીડો મારુ મુખ જુવે રે સુલટું
ઘોર રે અંધારે દર્પણ બન્યો અંધ
સાયબાને આવી ગઈ મારી ગંધ
દર્પણ મારો છે સાયબો પહેલા
રાધાએ કાનાને કંથ ક્યાં કહેલા.