STORYMIRROR

Meera Parekh vora

Inspirational

4  

Meera Parekh vora

Inspirational

દ્રોપદી

દ્રોપદી

1 min
195

ભરી સભામાં અપમાનિત થાય છે દ્રોપદી,

તો પણ માન ને હકદાર છે દ્રોપદી,


અપવિત્રતાનું ઉદાહરણ કહેવાય છે દ્રોપદી,

તો પણ પવિત્રતાનું પ્રમાણ આપવામાં આગળ છે દ્રોપદી,


અધર્મી કહેવાય છે દ્રોપદી,

પણ ધર્મની સ્થાપનાનું મૂળ છે દ્રોપદી,


અન્ય પુરુષો માટે દુરાચારી છે દ્રોપદી,

પણ કૃષ્ણ માટે એની નિર્દોષ સખી છે દ્રોપદી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational