દરિયો કેડીએ રે
દરિયો કેડીએ રે
દરિયામાં કુદરતના ખજાના હજાર,
એમાં મળે શંખ ને છીપલાં અપાર,
ચાલને મુસાફર દરિયો આજ ખેડીએ રે લોલ.
દરિયા તણાં તોફાન બહું આકરા,
એમાં તર્યાના છે ઘણાં દાખલા,
ચાલને મુસાફર દરિયો આજ ખેડીએ રે લોલ.
વેપાર કરવાને દરિયા માર્ગ સહેલા,
વિદેશ તણાં વેપાર કરવા બહું કઠેલા,
ચાલને મુસાફર દરિયો આજ ખેડીએ રે લોલ.
દરિયામાં જોને તરતી માછલી મજાની,
નાવડી મારી સરરર સરરર કરતી મજાની,
ચાલને મુસાફર દરિયો આજ ખેડીએ રે લોલ.
દરિયાઈ માર્ગ છે વિશાળ ઘણા,
તેમાં કુદરતી તત્વોનો ભંડાર ઘણાં,
ચાલને મુસાફર દરિયો આજ ખેડીએ રે લોલ.
