દરિયાદિલ ડોન
દરિયાદિલ ડોન
'આજે દિલ ભરાઈ ગયું, ને આંસુ સંગ ઉભરાઈ ગયું,
જાણે દરિયામાં આખું આભ સમાઈ ગયું,
ઉછળતા મોજા જેમ જિંદગીમાં પણ ઘણી ભરતી આવી,
પરંતુ, ખારાશને પોતાનામાં સમાવી લેવાની ક્ષમતા,
એક 'પિતા'માં કેમની આવી ?
દિન-રાત બસ મોટું મન રાખી અપશબ્દોને પચાવી લેવા,
પોતાના ઉદાર દિલનો ઘમંડ ના કરવો,
અપાર ધીરજ અને સમાજશક્તિથી,
બસ જિંદગીમાં પ્રેરણા આપવી,
બસ, આ દરિયા-દિલ સમા દિલદાર 'પિતા'ની યાદ,
દરિયા કિનારે બેસી આવી ગઈ,
આંખમાં ખુશીના આંસુ,
ને મોબાઈલમાં એક મીઠી રિંગ વાગી ગઈ.
