STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

દરેક શ્વાસે

દરેક શ્વાસે

1 min
318

આ જિંદગીનાં દરેક શ્વાસે છે

કોઈ પળોજણ.

ક્યાંક આંખમાં આંસુ,

તો ક્યાંક હોંઠ પર મુસ્કાન છે.


ક્યાંક હાથમાં હાથ છે,

તો ક્યાંક પોતાના લોકોનો છૂટ્યો સાથ છે.

જિંદગીના દરેક શ્વાસે કંઇક નવી પળોજણ છે.

ક્યાંક શ્વાસમાં શ્વાસ છવાય તો

ક્યાંક વેન્ટિલેટર ઉપર છેલ્લા શ્વાસ લેવાય.

જિંદગીમાં દરેક શ્વાસે કંઇક નવી પળોજણ છે,


ક્યાંક ઊગે સુખનો સૂરજ.

તો ક્યાંક છવાયો નિરાશાનો અંધકાર છે.

જિંદગીના દરેક શ્વાસે કંઇક નવી પળોજણ છે.


ક્યાંક પૈસાની રેલમછેલ છે.

તો ક્યાંક પેટનો ખાડો પૂરવા પણ આદમી મજબૂર છે.

જિંદગીના ..,


ક્યાંક મહેલમાં પણ જીવતો દુઃખી આદમી છે.

તો ક્યાંક સુખમાં રસ્તે રઝળતો ફકીર છે.

જિંદગીના હરેક....


ક્યાંક હેતની વરસતી વાદળી છે.

તો ક્યાંક ઈર્ષ્યા નફરતનું વહે ઝેર છે.

જિંદગીના દરેક શ્વાસે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational